Vivah by Purohit

લગ્ન માટે યોગ્ય પાત્ર જોઈએ છે?

દીકરા માટે છોકરી જોઈએ છે કે દીકરી માટે છોકરો? અહીં પાત્રો એક પછી એક દેખાય છે, અને દરેક પાત્ર પર જ લખેલું હોય છે કે બંને કુંડળીના 36 માંથી કેટલા ગુણ મળે છે. બંને તરફથી હા થાય ત્યારે જ નંબર દેખાય છે.

પ્રોફાઇલ બનાવો

પ્રોફાઇલ બનાવવાનાં આગળનાં પાનાં અને પાત્રો હાલ અંગ્રેજીમાં છે. મોટા ભાગના સવાલોમાં ફક્ત એક જવાબ પસંદ કરવાનો હોય છે.

Read in Englishहिंदी में पढ़ेंमराठीत वाचाবাংলায় পড়ুন

કેવી રીતે ચાલે છે

  1. 1. પ્રોફાઇલ બનાવોતમારા માટે, કે દીકરા, દીકરી, ભાઈ કે બહેન માટે. નવ નાનાં પાનાં, લગભગ દસ મિનિટ. ફોનના બ્રાઉઝરમાં જ ચાલે છે, કોઈ ઍપ ડાઉનલોડ કરવી પડતી નથી.
  2. 2. પાત્રો જુઓએક પછી એક પાત્ર, કે આખી યાદી. જેમના સૌથી વધુ ગુણ મળે છે તે પહેલાં. ગમે તો નમસ્તેવાળું બટન દબાવીને તમારી હા મોકલો, અથવા પછી જોવા માટે શોર્ટલિસ્ટ કરી લો.
  3. 3. બંનેની હા, પછી વાતબંને તરફથી હા થતાં જ એકબીજાનું પૂરું નામ અને ફોન નંબર મળી જાય છે. આગળની વાત તમે જાતે કરો.

અહીં શું અલગ છે

પાત્ર સાથે જ કુંડળી મેળાપજન્મ તારીખ, સમય અને સ્થળ પરથી રાશિ અને નક્ષત્ર આપોઆપ કાઢવામાં આવે છે, અને માંગલિક છે કે નહીં તે પણ. જોઈએ તો ફક્ત માંગલિક કે ફક્ત બિન-માંગલિક પાત્રો જુઓ.
માતા-પિતા માટે પણદીકરા કે દીકરીની પ્રોફાઇલ તમે બનાવો, પછી તમે બંને સાથે મળીને સંભાળો.
લગ્ન વિષયક જાહેરાતને બદલેછાપામાં આપેલી લગ્ન વિષયક જાહેરાત તમારો નંબર બધાને બતાવે છે. અહીં બંને તરફથી હા ન થાય ત્યાં સુધી તમારો નંબર કોઈને દેખાતો નથી.
ફક્ત લગ્ન માટેઅહીં ચેટ નથી. પહેલેથી લખેલા ત્રણ સંદેશામાંથી એક પસંદ કરીને મોકલો; જવાબ ફક્ત હા કે ના માં આવે છે. કોઈ બરાબર ન લાગે તો ફરિયાદ કરો કે બ્લૉક કરો.
ફોટા તમારી મરજીથીફોટા કાં તો એવા સભ્યોને બતાવો જેમણે પોતાનો ફોટો મૂક્યો છે, કાં તો ફક્ત તેમને જેમની સાથે બંને તરફથી હા થઈ ગઈ છે.

વારંવાર પુછાતા સવાલો

શું અહીં છોકરા-છોકરીઓના નંબર મળે છે?

કોઈનો નંબર બધા માટે ખુલ્લો નથી હોતો. બંને તરફથી હા થાય ત્યારે જ બંનેને એકબીજાનું પૂરું નામ અને નંબર દેખાય છે - જેણે પ્રોફાઇલ બનાવી હોય તેનો (માતા-પિતાએ બનાવી હોય તો તેમનો). જે ગ્રુપ “નંબર સાથે પાત્રો” વહેંચે છે, ત્યાં તમારો નંબર અજાણ્યા લોકો સુધી પણ પહોંચી જાય છે.

કુંડળી મેળાપ કેવી રીતે થાય છે?

જન્મ તારીખ, સમય અને સ્થળ પરથી રાશિ અને નક્ષત્ર કાઢવામાં આવે છે. પાત્ર પર લખેલું હોય છે કે 36 માંથી કેટલા ગુણ મળે છે, અને પૂરી પ્રોફાઇલ પર દક્ષિણ ભારતમાં જોવાતા દસ પોરુથમ પણ. જન્મનો ચોક્કસ સમય ખબર નથી? ગુણ મેળાપ માટે તારીખ અને લગભગ કયા સમયે જન્મ થયો હતો, એટલું પણ ઘણી વાર પૂરતું હોય છે; માંગલિક જોવા માટે સમય અને સ્થળ જોઈએ. બંને પ્રોફાઇલમાં રાશિ અને નક્ષત્ર આપ્યાં હોય ત્યારે જ ગુણ દેખાય છે.

શું માતા-પિતા દીકરા કે દીકરીની પ્રોફાઇલ બનાવી શકે?

હા, પ્રોફાઇલ તમે બનાવી શકો. દીકરો કે દીકરી પોતાના મોબાઇલ નંબરથી સાઇન ઇન કરીને હા કહે ત્યારે જ તે બીજાને દેખાશે. પછી તમે બંને સાથે મળીને તે સંભાળી શકો.

શું બીજા લગ્ન માટે પણ અહીં પાત્ર શોધી શકાય?

હા. દરેક પ્રોફાઇલ પર વૈવાહિક સ્થિતિ લખેલી હોય છે - અપરિણીત, છૂટાછેડા લીધેલા, વિધવા કે વિધુર, કે છૂટાછેડાનો કેસ ચાલે છે. કોનાં પાત્રો જોવાં તે તમે પસંદ કરી શકો.

શું કોઈ ઍપ ડાઉનલોડ કરવી પડશે?

ના. Vivah by Purohit ફોનના બ્રાઉઝરમાં જ ચાલે છે. તમારા ફોન પર આવેલા 6 અંકના કોડથી સાઇન ઇન થાય છે.

તૈયાર હો તો શરૂ કરો

લગભગ દસ મિનિટ લાગે છે. ફોટા અને બાકીની માહિતી પછી પણ ઉમેરી શકાય છે.

પ્રોફાઇલ બનાવો